જામનગર: ચેલા ગામ નજીક SRP કેમ્પ વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં 21 વર્ષના કોલેજ વિદ્યાર્થીનું મૃત્યુ થયું અને તેની સાથે રહેલા બે યુવકો ઇજાગ્રસ્ત થયા. મોટરસાઇકલ અચાનક રસ્તા પર આવેલી ગાય સાથે અથડાઈ હોવાનું પોલીસ અહેવાલમાં જણાવાયું છે.
અકસ્મત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીને ગંભીર ઇજા થતાં તેનો જીવ બચાવી શકાયો નહીં. પોલીસે ઘટનાની નોંધ લઈને અકસ્માતના કારણો અને પરિસ્થિતિ અંગે તપાસ હાથ ધરી છે.
રસ્તા પર રખડતા પશુઓને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થતું હોવાના મુદ્દે વારંવાર ચર્ચા થાય છે. વાહનચાલકોને ગતિ નિયંત્રિત રાખવા અને હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ છે.




